KHODIYAR JAGATI JOGMAYA….PRACHIN GARBA
ખોડીયાર જાગતી જોગમાયા……ગુજરાતી ગરબો
ખોડીયારમાનો ગરબો
ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
દશે દિશાએ તારી નામના,
ને તારો ગાજે જયજયકાર ,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
આશા ભર્યા તે તારા આંગણે,
આવે છે સૌ નરને નાર,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
મનમાન્યું તુ આપતી,
ને તારો મહિમા અપરંપાર,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
સુખની સાગર તું માવડીને,
નોધારાનો તું આધાર,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
નિજ ભક્તોને કાજે તું ,
દોડી આવે તત્કાળ,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
બિન્દુ તારો વિનવે માંડી,
ઉતરો અમને ભવપાર,
હે માડી તું તો જાગતી છે જોગમાયા…..
ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય,
હે માડી તું તો જાગતી છે જોગમાયા….
SANTVANI GARBA,SANTVANI DHAM
TU TO CHAUD BHUVAN MA RAHETI – CHARAJ