Categories: KIRTAN

KON JANI SHAKE KAL NE RE

JIGNESH DADA NU KIRTAN

KIRTAN:25

KON JANI SHAKE KAL NE RE…

ગુજરાતી કિર્તન ગીત

ખુબજ લોકપ્રિય બનેલું કિર્તન

કોણ જાણી શકે કાળને રે……

કોણ જાણી શકે કાળને રે,
સવારે કાલ કેવું થાશે,
આ કાયામાંથી હંસલો રે,
ઓચિંતાનો ઉડી જાશે……કોણ જાણી..(1)
તારા મોટાં મોટાં બંગલા રે,
મોટરને ગાડી વાડી,
બધી માયા મૂડી મેલીને,
ખાલી હાથે જાવું પડશે….કોણ જાણી…(2)
તારો દેહ રૂપાળો રે,
નહી રાખે ઘરમાં ઘડી,
તારા સગાને સબંધી રે,
થોડા દી માં ભુલી જાશે….કોણ જાણી…(3)
તારી સાચી ખોટી વાણી રે,
વાણી આ જગમાં અંહિ,
તારો પંખીડાનો માળો રે,
પલકમાં પિખાઇ જાશે…કોણ જાણી…(4)
તને મળ્યો રૂડો મનખો રે,
બાંધી લે ને ભવનું ભાથું,
થાને રામ ભક્ત સાચો રે,
ફેરો તારો સફળ થાશે….કોણ જાણી…(5)
કોણ જાણી શકે કાળને રે,
સવારે કાલ કેવું થાશે,
આ કાયામાંથી હંસલો રે,
ઓચિંતાનો ઉડી જાશે……કોણ જાણી..

SANTVANI DHAM,KIRTAN DHOON,જીજ્ઞેશ દાદાનું કિર્તન,ભજન કિર્તન સંતવાણી ધામ

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago