GEET

LADYA LADYA KAI KARDIYA -લડ્યાં લડયાં કાંઇ કારડીયા

LADYA LADYA KAI KARDIYA -ગુજરાતી લોકગીત

લડ્યા લડ્યા કાંઇ કારડીયા -LADYA LADYA KAI KARDIYA – GUJARAI LOKGEET MP3


આ ગીત અંહિથી સાંભળો…

સ્વરઃ કિર્તીદાન ગઢવી

આ ગીતની લંબાઇઃ6.38 મિનિટ


આ એક એવું લોકગીત છે જેમાં ગુજરાતની એક ખમીરવંતી કોમ કારડીયા રાજપૂત સમાજની વિરતાને બિરદાવવામાં આવી છે,જેમાં વીર અમરસંગની જે વિરતા છે તેની એક આછેરી ઝલક આ લોકગીત થકી પ્રસ્તૃત કરવામાં આવી છે.કારડીયા રાજપુત સમાજ હંમેશા શુરવીરતા અને નીડરતાને વરેલો એક સમાજ છે,તેણે ગુજરાતની સંસ્કૃતિને ઘણું બધુ પ્રદાન કરેલું છે.


લડ્યા લડ્યા કાંઇ કારડીયા રાજપુત,

લડ્યા લડ્યા કાંઇ કારડીયા રાજપુત,

આજ તો લડ્યો રે અમરસંગ એકલો રે,

વારી જાઉં રે અમરસંગ,

એકલો રે લડ્યો અમરસંગ એકલો ,

વારી જાઉં રે અમરસંગ ……

તારા ઘોડાને અમે નીરસું નાગરવેલ,

એવાં તારા ઘોડાને  નીરસું નાગરવેલ,

સાંઢિયાને નીરલું રે લીલો લિમડો,

વારી જાઉં રે અમરસંગ ………

તારા ઘોડાને આપશું ઘોડા હાણ,

એવાં તારા ઘોડાને  આપશું ઘોડા હાણ,

સાંઢિયાને બાંધશું રે ગઢને કાંગરે,

વારી જાઉં રે અમરસંગ ………

તારા ઘોડાને પાસું ગંગા નીર,

એવાં તારા ઘોડાને  પાસું ગંગા નીર,

સાંઢિયાને પાસું રે કુવાને કાંઠડે,

વારી જાઉં રે અમરસંગ ………

લડ્યા લડ્યા કાંઇ કારડીયા રાજપુત,

લડ્યા લડ્યા કાંઇ કારડીયા રાજપુત,

આજ તો લડ્યો રે અમરસંગ એકલો રે,

વારી જાઉં રે અમરસંગ,

એકલો રે લડ્યો અમરસંગ એકલો ,

વારી જાઉં રે અમરસંગ ……


આ ગીતને અંહિથી ડાઉનલૉડ કરો..

MP3 FILE: 6.11 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI LOK GEET LYRICS AND MP3

LOKGEET – HO ..RAJ MANE LAGYO KASUMBI


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

2 months ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

3 months ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

3 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

6 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

7 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

7 months ago