સતી લોયણ દ્વારા રચાયેલું ભજન ગુરૂનો મહિમા રજુ કરે છે.તેમણે કહ્યું છે કે દરેક મનુષ્યનાં જીવનમાં એક સારા અને સાચાં સદગુરૂ તો હોવા જ જોઇએ.ગુરૂ થકી જ આપણાં હ્રદયનાં તાળા ઉઘડે છે,ગુરૂ પાસે તેની જ્ઞાન રૂપી ચાવી છે.અંહિ લોયણ આખું ભજન લાખાજીને ઉલ્લેખીને લખે છે.તેમાં દરેક જુદા જુદા રૂપકો થકી ગુરૂનો મહિમા માનવ જગત સામે મુકવામાં આવ્યો છે.
લાખા ગુરૂજી આવે તો તાળા ઉઘડે,
કુંચી મારા ગુરૂજીને હાથ એ લાખા હાં…..
લોયણ અબળા એમ ભણે …..ગુરૂજી આવે તો ….. (1)
લાખા અમર આંબો જ્યારે રોપીયો,
જેના મુળ પહોચ્યાં છે પાતાળ,લાખા હાં …….
સાંખુ સરગાપુર પુગ્યું ,
એનો વેઠનહારો છે હોશીંયાર,લાખા હાં …..ગુરૂજી આવે તો …. (2)
લાખાએ ખુંદી ખમે માતા પૃથ્વીને,
અને વાઢી ખમે કાંય વનરાઇ, લાખા હાં …….
કઠણ વચન બોલ્યાં સાધુઓ ખમે,
નીર તો સાગરમાં સમાય, લાખા હાં ….. ગુરૂજી આવે તો…. (3)
લાખા સુરજ સમો નહીં ચાંદલો,
ધરણી સમો નહીં આભ, લાખા હાં …….
ગુરૂજી સમો નહીં ચેલકો રે,
નિંદા સમો નહીં કાંય પાપ,લાખા હાં ……. ગુરૂજી આવે તો ….. (4)
લાખા દુધે રે ભરી તલાવડીને,
જેની મોતીડે બાંધી પાળ,લાખા હાં ……
સુગરા હશે તે ભરી ભરી પીશે ને,
નુગરા પ્યાસા જાય, લાખા હાં …… ગુરૂજી આવે તો …. (5)
લાખા કાશી રે નગદરના ઘાટમાં,
લખ રે આવે ને લખ જાય,લાખા હાં …….
સદગુરૂનો સંદેશડો રે,
નુગરાને કહ્યો નવ જાય,લાખા હાં …… ગુરૂજી આવે તો…… (6)
લાખા લાખોની વોરગત લાખો વોરતો,
કરતો હીરા હુંદા મુલ,લાખા હાં ……
ક્રિયા રે ચુક્યાને લાખો થયો કોઢીયો,
લાખો થયો કોડીનો મુલ , લાખા હાં …… ગુરૂજી આવે તો ….. (7)
લાખા બાર બાર વરસે ગુરૂજી આવીયા,
લેવા કાંય લાખાની સંભાળ, લાખા હાં ……
હાથ રે મેલેને કાયા થાય હેમની ,
લાખો થયો કંચનને તોલ, લાખા હાં …… ગુરૂજી આવે તો ….. (8)
લાખા સોનું રે જાણીને તને સેવીયો,
કરમે નિવડ્યો કથીર, લાખા હાં ……
સેલણશીની ચેલી સતી લોયણ બોલીયા,
સાધુ ચરણે દેજો વાસ,લાખા હાં ….. ગુરૂજી આવે તો ….. (9)
મન મોહન મુરત – MAN MOHAN MURAT
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…