BHAJAN

LAXMAN GHADIK TO UBHA-GUJARATI BHAJAN

LAXMAN GHADIK TO UBHA – SANTVANI LYRICS


લખમણ ઘડીક તો ઉભા રયો-ગુજરાતી ભજન

રચનાઃ કવિશ્રી દાદ બાપુ


CLICK TO DOWNLOAD MP3


લખમણ ઘડીક તો ઉભા રયો મારા વીર,

ઘોડલાની વાઘુ જાલો રે,

કરવી મારે રાઘવ દિલડાની વાત,

થોભાવો રથડો ઠાલો રે….ટેક


એ…જી.. લખમણ દુનિયાએ દીધેલા અમને દુઃખ,

વનમાં દાડા વિતાવ્યાં રે,

માંડ માંડ જોયા અયોધ્યાનાં મુખ,

પાછા વિખુટા પડ્યા રે……લખમણ ઘડીક તો…


એ…જી….મારા રખોપા કરશે રામ,

રામના તે કોણ કરશે રે,

એવા સીતા વિનાના દિનને રાત,

વિંજણા કોણ વિંજશે રે …… લખમણ ઘડીક તો…


એ…જી લખમણ ઘાયલ રે રૂદિયાનો મારો રામ,

રામની તે હારે તમે રેજો રે,

મારા વિયોગી દલડા કેરી વાત,

તમે રામને નવ કેજો રે……લખમણ ઘડીક તો….


એ…જી લખમણ ભવો ભવનાં મારા ભરથાર,

રામૈયા જાણીને રેશું રે,

દાદલ દલડાંમાં વાગે ઘણનાં ઘાવ,

એને ફુલડાં જાણી સહેશું રે….લખમણ ઘડીક તો…


LAXMIJI EM PUCHHE RE-લક્ષ્મીજી એમ પુછે રે


સંતવાણી ભજન,દેશી ભજન,PRACHIN BHAJAN,BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago