BHAJAN

LAXMIJI EM PUCHHE RE-લક્ષ્મીજી એમ પુછે રે

LAXIMIJI EM PUCHHE RE – SANTVANI BHAJAN LYRICS


લક્ષ્મીજી એમ પુછે રે-સંતવાણી ભજન

રચનાઃ પ્રભાશંકર


લક્ષ્મીજી એમ પૂછે રે વાલા શું વિચારમાં રે હાં….

અને કહો ને કેશવ કેમ થયા ઉદાસ રે હાં….. ટેક


આપણા ભગત નરસૈયાને રે સતી તમે ઓળખો રે હાં,

એને હારને કારણે પુર્યા હવેલી માય રે હાં…… લક્ષ્મીજી એમ


પ્રભાતુની પહેલાં રે મારે જુનાગઢ પહોંચવું રે હાં,

અને આપવો છે કાંઈ નરસૈયાને હાર રે હાં….. લક્ષ્મીજી એમ


વાલોજી ઉઠ્યા રે ભક્તોની ભીડ ભાંગવા રે હાં,

અને ગરુડ ઉપર ગોવિંદ થયા અસવાર રે હાં….. લક્ષ્મીજી એમ


કેદારો છોડાવ્યો રે કરજ વણિકનુ કાપ્યું રે હાં,

અને આપ્યો છે કાંઈ નરસૈયાને હાર રે હાં…….. લક્ષ્મીજી એમ


પ્રભાશંકરના પ્રીતમ રે વાલો વહેલા આવ્યા રે હાં,

અને વાલે પુર્યા છે કાંઈ ભક્તોના કોડ રે હાં…….. લક્ષ્મીજી એમ


ભજન પોથી,સંતવાણી,BHAJAN POTHI,SANTVANI DHAM

JATAN KARI RAKHO – જતન કરી રાખો ગુરૂ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago