SANTVANI – BHAJAN
GUJARATI BHAJAN LYRICS
LIDHI CHHE FAKIRI ME TO …
ભજન-37
લીધી છે ફકીરી મેં તો….
લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની (2)
હવે તારા નામની (2) જિંદગી શું કામની….લીધી છે ફકીરી…
ઊગ્યો તે આથમવાનો કાળની આ નેમ છે (2)
જેટલું જીવાય છે એ તો રામ કેરી રહેમ છે,
કરી લે કમાયું સાથે (2) સેવા ઘનશ્યામની….લીધી છે ફકીરી..
જીવનને જોબન આતો વાદળાનો રોમ છે,(2)
ચડતીને પડતી આવે વેદના અપાર છે,
દુનિયા ફેરે છે માળા શામ અને દામની…લીધી છે ફકીરી…
મારું મારું કરીને જીવડો સપનામાં મહાલતો(2)
આશાને તૃષ્ણાનું ગાડું શ્વાન થઇને તાણતો,
ખબર પડી છે આવી મમતા શું કામની….લીધી છે ફકીરી…
રામનાં રખોપા કરી લે જીવતરની ઝુપડીએ,
આવરણ આવે નહી આડુ ઘટડામાં ઘડી ઘડીએ,
આય કે ભલાયું કરી લે જિંદગી શું કામની….લીધી છે ફકીરી….
ભજન-સંતવાણી , SANTVANI DHAM