BHAJAN

LILI VADI RAKHANHAR RE – SANTVANI SONG

LILI VADI RAKHANHAR RE – AAI SONBAI MA NU BHAJAN


લીલી વાડીની રાખણહાર રે – સોનબાઇમાંનું ભજન

રચનાઃકાળુભા ગઢવી


CLICK TO DOWNLOAD MP3


લીલી વાડી ની રાખણહાર રે,

સોનબાઇ સોરઠ વાળી,

ચારણ કુળની તું તારણહાર રે,

માત વડી મઢવાળી….. ટેક


તોળા નામ તણો પરતાપ,

દુઃખનો ડુંગર ટળિયો,

જ્યારે જ્યારે મેં દીધો તને સાદ,

હોંકારો તોળો સામો મળ્યો…. લીલી વાડીની….


દોડી-દોડીને થાક્યો બાળ,

અંતમાં તો શરણું તારું,

ભાવે રાખે છોરૂની ભાળ,

મનડું તોળું માયા વાળું….. લીલી વાડીની…


આઈ સાધુ કાશીને હરિદ્વાર,

કેમ કરી પાવન થાવું,

તું છો ગંગા તણો અવતાર,

મઢડે માં હું આવી જાવું….. લીલી વાડીની…


તોળું સમરણ ન છેટુ થાય,

 શ્વાસ ભલે છેટો થાવે,

આવે આતમ પણ મઢડા માંય,

કહો ને બીજે ક્યાંય જવું….. લીલી વાડીની…..


માળા તૂટે નહીં તોળો તાર,

સ્નેહીથી સંભાળી લેજે ,

આઈ લે ને પાછો તું અવતાર,

અરજ એવી કાળુ કે છે…… લીલી વાડીની


ASHA BHARYA TE AME AVIYA – RAS


સોનબાઇમાંની ચરજ,સંતવાણી ભજન,GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago