Categories: GEETLOK GEET

LOKGEET – AAJ RE SAPANA MA ME TO

LOK SANSKRUTI GUJARAT NI

LOKGEET:17

AAJ RE SAPANA MA ME TO DOLATO DUNGAR

ગુજરાતી લોકગીત સંગ્રહ

પ્રખ્યાત લોકગીતો

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર…..

આજ રે સપનામાં મેં તો, ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી મારા સપનામાં રે….(1)

આજ રે સપનામાં મે તો, ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં  દૂધના વાટકા રે, સાહેલી મારા સપનામાં રે…..(2)

આજ રે સપનામાં મેં તો, લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી મારા સપનામાં રે…..(3)

આજ રે સપનામાં મેં તો, જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી મારા સપનામાં રે……(4)

આજ રે સપનામાં મેં તો ,પારસ પીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી મારા સપનામાં રે…..(5)

આજ રે સપનામાં મેં તો, ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમુ રે, સાહેલી મારા સપનામાં રે….(6)

ડોલતો ડુંગર ,ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીયું રે સાસુજી મારાં નાતાં’તાં રે……(7)

ઘમ્મર વલોણું, ઇ તો અમારો જેઠ જો,
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે….(8)

લવિંગ – લાકડી, ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે…..(9)

જટાળો જોગી, ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે…..(10)

પારસ પીપળો ,ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે….(11)

ગુલાબી ગોટો, ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ, સાહેલી મારી ચૂંદડીમાં રે….(12)

આજ રે સપનામાં મેં તો, ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી મારા સપનામાં રે….

SANTVANI DHAM,LOKGEETO NI RAMZAT

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago