આ લોકગીતને સાંભળવા અંહિ નીચે ક્લિક કરો…
સ્વરઃકિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલ
ગીતની લંબાઇ – 8.01 મિનિટ
હો ….રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…….
લાગ્યો કસુંબીનો રંગ,
હો…રાજ મને લાગ્યો કસુંબીનો રંગ,
જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો
કસુંબીનો રંગ….હો..રાજ (1)
બહેની કંઠે નીતરતા હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ,
એવી ભીષણ રાત્રી કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો
કસુંબીનો રંગ…….હો..રાજ (2)
દુનિયાના વીરોના લીલા બલિદાનોમા ભભક્યો કસુંબીનો રંગ,
સાગર પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો
કસુંબીનો રંગ…….હો..રાજ (3)
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ,
વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચુમ્યો
કસુંબીનો રંગ…….હો..રાજ (4)
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો
કસુંબીનો રંગ…….હો..રાજ (5)
પિડિતની આંસુડાની ધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,
શહિદોનો ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો
કસુંબીનો રંગ…….હો..રાજ (6)
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ,
ઘોળી ઘોળી પ્યાલા ભર્યા હો…પીજો કસુંબીનો રંગ,
દોરંગા દેખીને ડરીયા ટેકિલા તમે, હોંશિલા તમે,
રંગીલા તમે લેજો કસુંબીનો રંગ,
હો…રાજ મને લાગ્યો કસુંબીનો રંગ,
આ ગીતને અંહિથી ડાઉનલૉડ કરો…
MP3 FILE: 3.70 MB
મારે ટોડલે બેઠો રે મોર-MARE TODALE BETHO
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…