LATAKE HALO NE NANDLAL…FEMOUS LOKGEET IN GUJARATI
લોકપ્રિય લોકગીત-લટકે હાલોને નંદલાલ….LATAKE HALO NE NANDLAL…
લટકે હાલોને નંદલાલ કે તારા લટકાનાં નથી મૂલ,
હો જી કે તારા લટકાનાં નથી મૂલ,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….(1)
ઉજળા રંધાવું ગોરી ચોખલાને, એમાં પીરસાવું હું ઘી,
હો જી રે ગોરી એમાં પીરસાવું હું ઘી,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….(2)
આંગણ વવડાવું રૂડો આંબલોને ટોડલે નાગરવેલ,
હો જી રે ગોરી ટોડલે નાગરવેલ,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….(3)
દૂધે વરસાવું રૂડા મેહુલાને આંગણે રેલમ છેલ,
હો જી રે ગોરી આંગણે રેલમ છેલ,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….(4)
પરથમ જમાડુ પિયુ પાતળિયોને પછી જમાડું મારો વીર,
હો જી રે ગોરી પછી રે જમાડુ મારો વીર,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….(5)
લટકે હાલોને નંદલાલ કે તારા લટકાનાં નથી મૂલ,
હો જી કે તારા લટકાનાં નથી મૂલ,
કે લટકે હાલોને,એ લટકે હાલોને….