MA BAP NE BHULASHO NAHI – આ ભજન એટલે માતૃ-પિતૃ વંદના – પરમ પુજ્ય પુનિત મહારાજ દ્વારા લખાયેલું આ ભજન સંપુર્ણપણે મા બાપને સમર્પિત છે.મા બાપનું આપણાં જીવનમાં કેટલું મહત્વ છે અને તેમનાં થકી આપણું જીવન છે ત્યારે હંમેશા આ પૃથ્વી પરનાં સૌપ્રથમ કોઇ આપણાં માટે ભગવાન હોય તો તે મા-બાપ છે.મા -બાપે આપણાં માટે જીવનમાં જે કર્યું છે તેનાં થકી આપણે તેમને ક્યારેય ભુલવા જોઇએ નહી.
ભુલો ભલે બીજુ બધું,મા-બાપને ભુલશો નહી,
અગણીત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં,
પથ્થર પુજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજા,પથ્થર બની છુંદશો નહીં
કાઢી મુખેથી કોળીયા,મોં માં દઇ મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે,કદી ઝેર ઉછાળશો નહી.
હેતે લડાવ્યા લાડ તમને,કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારનાં, કોડ પુરવા ભુલશો નહીં.
લાખો કમાતા હો ભલે,પણ મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભુલશો નહીં.
સંતાનથી સેવા ચાહો ,તો સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરે,એ ભાવના ભુલશો નહી.
ભીને સૂઇ પોતે અને, સુકે સુવાડ્યા આપને,
એની અમીમય આંખને, આંસુથી ભીંજવશો નહીં.
પુષ્પો બીછાવ્યા પ્રેમથી,જેણે તમારા રાહમાં,
એ રાહબરના રાહ પર,કંટક કદી બનશો નહી.
ધન ખર્ચતાં મળશે બધું, પણ માતા પિતા મળશે નહી.
એનાં પુનિત ચરણો તે, ચાહન કદી ભુલશો નહી…
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો…
BANA NI PAT RAKH – બાનાની પત રાખ
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…