BHAJAN

MALYO MANUSHY AVATAR – મળ્યો મનુષ્ય અવતાર

MALYO MANUSHY AVATAR – ગુજરાતી સંતવાણી ભજન


મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને – BHAJAN LYRICS IN GUJARATI -MALYO MANUSHY AVATAR

રચનાઃ ગંગદાસ


MALYO MANUSHY AVATAR – ભક્ત કવિ ગંગદાસ દ્વારા આ રચના રચવામાં આવી છે,જેમાં મનુષ્યને ચેતવવામાં આવે છે કે હે માનવ તને  આ મનુષ્ય જન્મ ઘણાં પ્રયત્નો પછી મળ્યો છે.તો આ માનવ ભવમાં થોડું ભજન-ભક્તિનું કાર્ય કરી લે.કારણ કે આ મળેલી તને જે પળ છે તે ફરી પાછી નહી મળે,તેથી તારા મનુષ્ય જન્મને સુધારી.નહીતર તારે જમનાં માર ખાવા પડશે.સંતો કવિઓ દ્વારા માનવ સૃષ્ટ્રીને ચેતવવામાં આવે છે પણ છતાં તેની અસર બધાં પર થતી નથી.


આ ભજનને અંહીંથી સાંભળો …

સ્વરઃનારાયણ સ્વામી

ભજનની લંબાઇઃ 8.19 મિનિટ


મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને,

ભજ્યા નહીં ભગવાન હેત કરીને,

અંતે ખાશો યમના માર પેટ ભરીને,

તેથી રામ નામ સંભાર ….ટેક


ગઇ પળ પાછી ફેર ન આવે,

મુરખ મુઢ ગમાર,

ભવસાગરની ભુલવણીમાં,

વિતી ગયા યુગ ચાર ફેરા ફરીને ,

તેથી રામ નામ સંભાર ….


જઠરાગ્નિમાં જુગતે રાખ્યા,

નવ માસ નિરધાર,

સ્તૃતિ કિધી અલબેલાની,

બહાર ધર્યો અવતાર માયામાં મોહીને,

તેથી રામ નામ સંભાર ….


કલિયુગ કુડો રંગે રૂડો,

કહેતાં નાવે પાર,

જપ તપ તીરથ કછુ ન કીના,

એક નામ આધાર શ્રી કૃષ્ણ કહીને,

તેથી રામ નામ સંભાર …..


ગુરુ નામ પાયો મનમેં સાયો,

યુક્તિ કરી જદુરાય,

ગંગદાસ કો જ્ઞાન બતાયો,

રામદાસ મહારાજ દયા કરીને,

તેથી રામ નામ સંભાર ….


આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો …

MP3 FILE: 9.63 MB

CLICK HERE TO DOWNLOAD


BHAJAN SANTVANI,PRACHIN BHAJAN,SANTVANI DHAM

SAYABO RE GOVALIYO – સાયબો રે ગોવાળીયો મારો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago