BHAJAN

MAMATA MARE NAHI ENU – મમતા મરે નહીં એનું…

MAMATA MARE NAHI ENU MARE – GUJARATI BHAJAN LYRICS


મમતા મરે નહીં એનું મારે – ગુજરાતી ભજન -MAMATA MARE NAHI ENU

રચનાઃ કાજી મમદશા


આ ભજનને અંહીથી સાંભળો…

સ્વરઃ લલિતાબેન ઘોડાદ્રા


MAMATA MARE NAHI ENU MARE – ભક્ત કવિ મમદશા દ્વારા રચાયેલું આ ભજન છે,જેમાં કાજી મમદશા મમતાને જીવનમાં જે રીતે વ્યાપી ગયેલી બતાવે છે,કે માનવનાં મનમાંથી કદી મમત્વ છુટતું નથી.એટલે કે મમતા મરતી નથી,અને એટલે હંમેશા મન કોઇ જગ્યાએ સ્થિર રહી શકતું નથી.અંહિ ભક્ત કવિ ઘણાં બધા ઉદાહરણો આપણી સામે મુકે છે.જેમકે રાજા,પંડિત,છીપ તેમજ જોગી વગેરે થકી એ સુચવે છે કે તમે ગમે તે જગ્યા પર હોવ પણ જો મન સ્થિર ન બને તો કશું જીવનમાં પ્રાપ્ત થઇ શકતું નથી.


મમતા મરે નહીં એનું મારે શું કરવું,

વ્હાલો મારો દિનનો દયાળ,

મનને ચડાવ્યું એને ચાકડે,

આવે નહીં ઉતરવાનો પાર ….. ટેક


એવું રાજાનું સ્વરૂપ ધરી મેં તો જોઇ  લીધું,

ધનનો નહીં આવે પાર,

એટલે ધને મન મારું ના ઠર્યું,

લુટાયો મેં તો સઘળો સંસાર ….. મમતા મરે નહી ….


પંડિત બનીને મેં તો જોઇ લીધું,

વાંચ્યા કાંય વેદને પુરાણ,

એટલી વિદ્યાથી મન મારું ના ઠર્યુ,

કીધા કાંય પેટ કાજે પાપ ….. મમતા મરે નહી ….


છીપનું સ્વરૂપ ધરી મેં તો જોઇ લીધું,

કીધો મેં તો મધ દરીયે વાસ,

એટલે જળે રે મન મારું ના ઠર્યુ,

રહી ગઇ સ્વાતિ બિંદુની આશ ….. મમતા મરે નહી ….


જોગીનું સ્વરૂપ ધરી મેં તો જોઇ લીધું,

લીધો કાંય ભગવો જો ને ભેખ,

હાથમાં ખપ્પરને કાંધે જોળી રે ધર્યા,

ફર્યા કાંય દેશને વિદેશ …… મમતા મરે નહી …..


પંડિત ભુલ્યા રે પોથી વાંચતા,

કાજી ભુલ્યા રે કુરાન,

કાજી મમદશાની વિનંતી રે,

સુણી લ્યોને ગરીબે નવાઝ ….. મમતા મરે નહી ….


આ ભજનની  MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો ….

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN,GUJARATI BHAJAN LYRICS,BHAJAN IN GUJARATI

LAL CHUDE VALI MAIYA – લાલ ચુડે વાલી મૈયા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago