MAN GAYO HERI MARA CHITT GAYO CHORI….- SANTVANI BHAJAN
મન ગયો હેરી મારા ચિત્ત ગયો….
રચનાઃમોહન દાસ
મન ગયો હેરી મારા ચિત્ત ગયો ચોરી,
નંદનો લાડીલો મારા મન ગયો હેરી…ટેક
વાલા હતા ને હવે થયા છે વેરી,પાયા દહીં દુધ ઉછેરી,
વ્રજનો વિહારી વાલો થઇ બેઠો નમેરી……નંદનો લાડીલો (1)
ળું રે કરીએ અમે પેરી ઓઢી,ગમે નહીં ગોકુળની શેરી,
ભવન તો ભયંકર લાગે,જેમ કોટડી અંધેરી….નંદનો લાડીલો (2)
આ મીઠા મેવા અમને લાગે ખારા,અને નિદ્રા ન આવે વાલા,
વાલીડા વિનાની હું તો ,ફરૂ ઘેલી ઘેલી….નંદનો લાડીલો (3)
જીવન આવો એક જ ફેરી, જાવા નહીં દઉં તમને લેરી,
દાસ મોહન કહે, રાખું મારા રુદિયામાં ઘેરી…નંદનો લાડીલો (4)
મન ગયો હેરી મારા ચિત્ત ગયો ચોરી,
નંદનો લાડીલો મારા મન ગયો હેરી..