BHAJAN

MAN KARI LE VICHAR – મન કરી લે વિચાર

MAN KARI LE VICHAR – ગુજરાતી સંતવાણી ભજન



મન કરી લે વિચાર જીવન – GUJARATI BHAJAN LYRICS-MAN KARI LE

રચનાઃગંગદાસ


આ ભજન અંહિથી સાંભળો ….

સ્વરઃ નારાયણ સ્વામી


MAN KARI LE-આ ભજન ગંગદાસ દ્વારા રચાયેલું છે,જેમાં મનુષ્યને ચેતવવામાં આવે છે કે હે માનવ તું વિચાર કરી લે . આ અમુલ્ય માનવ દેહ તને મળ્યો છે,તે ફરી ફરી નહી મળે.એટલે આ ભવમાં કાંઇક ભક્તિનું ભાથુ બાંધી લે.તારા આ જન્મારાને સુધારી લે.ભલે તારી પાસે બધીજ સુખ સાયબી હશે,તે અંહીની અંહી જ રહી જવાની છે.એટલે જે સાથે આવશે તે ફક્ત હરી ભજન કે કિર્તન જ છે.


મન કરી લે વિચાર જીવન થોડા,

તારા હરિકથાની માંહે કાન છે બોડા,

અંતે જાશો યમપુરી માંય જડશે જોડા ……

તેથી રામ નામ સંભાર …. ટેક


મોર મુકુટ ધર્યો શીર ઉપર,

દર્પણ કર મોજાર,

વેઢ વિંટીંયું હાર ગળામાં,

ખુબ ધર્યો શણગાર,પગમાં તોડા,

તેથી રામ નામ સંભાર ….


હસ્તી ઉપર કનક અંબાડી,

ખમ્મા કહે છડીદાર,

રથ મિંયાના ઉંટ પાલખી,

કહેતા નાવે પાર , ચડવા ઘોડા,

તેથી રામ નામ સંભાર …..


લોભ ન મુકે કામ ન ચુકે,

ઘર ધંધાની માંય,

મુરખ મન તું કછુ ન બુઝે,

તીરથ ગમનની માંય,પાવ છે ખોડા,

તેથી રામ નામ સંભાર …..


સંસાર સાગર મહાજળ ભરિયો,

રામ નામ કો જહાજ,

ગંગદાસ કો જ્ઞાન બતાયો,

રામદાસ મહારાજ ખરાની વેળા ,

તેથી રામ નામ સંભાર …..


આ ભજન અંહીથી ડાઉનલૉડ કરો.

MP3 FILE: 6.03 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI BHAJAN GUJARATI,DESHI BHAJAN,GUJARATI BHAJAN MP3

HARIJANE MAYA HARI NE – હરીજને માયા હરીને ….


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago