GAZAL

MANAV NADE CHHE – માનવ નડે છે માનવીને

MANAV NADE CHHE MANAVI NE ….. ગુજરાતી ગઝલ ગીત

માનવ નડે છે માનવીને …. GUJARATI GAZAL LYRICS -MANAV NADE CHHE

 

રચનાઃ આપાભાઇ ગઢવી (કવિ આપ)


અંહિથીં આ ગઝલ સાંભળો….

સ્વરઃ નારાયણ સ્વામી

ગઝલની લંબાઇઃ 12.40 મિનિટ


MANAV NADE –માનવ નડે છે માનવીને મોટો – આ ગઝલ કવિ આપ દ્વારા રચાયેલી છે,જેમાં માનવ જેમ જેમ વિકાસ કરે છે તેમ તેમ તેની માનસિકતા બદલાતી જાય છે.માનવ જેમ મોટો બનતો જાય તેમ તે બીજાને હમેંશા નડતરરૂપ બનતો જાય છે.એટલે કે આ સમગ્ર ગઝલ માનવ પ્રકૃતિની પ્રતિછબીને આપણી સામે મુકવાનું કામ કરે છે.


માનવ નડે છે માનવીને મોટો થયા પછી,

ચાવી મળે છે ગુનાઓની જ્ઞાની થયા પછી …. ટેક


માતપિતાની ગોદમાં મમતા હતી ઘણી,

બદલી ગયો છે પરણીને યૌવન મળ્યા પછી ….. માનવ નડે છે ….


પ્રગતિ જીવનની કરવા ભણતર ભણી ગયો,

પડતી હવે તેં નોતરી અનુભવ મળ્યા પછી …. માનવ નડે છે …


ગાતો હતો તું ગીત જે કાયમ પ્રભુ તણાં,

ભુલી ગયો એ ભાવના પૈસો મળ્યા પછી …. માનવ નડે છે ….


નમતો હતો તું સર્વને નિર્ધનપણાં મંહીં,

ઝઘડ્યાં કરે સર્વથી પ્રભુ કૃપા મળ્યા પછી …..  માનવ નડે છે …


હું પણ પ્રભુ બની પુજાઉં છું ઘણે,

આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી …. માનવ નડે છે ….


આ ગઝલને અંહીંથી ડાઉનલૉડ કરો…..

MP3 FILE: 14.06 MB

CLICK HERE TO DOWNLOAD


GUJARATI GAZAL,NARAYAN SWAMI MP3 GAZAL

કૈલાશ કે નિવાસી – KAILASH KE NIVASHI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago