GUJARATI KIRTAN SONG
KIRTAN:17
MANE MARU GOKUL YAD AAVE….
ગુજરાતી ધુન કિર્તન
ભક્તજનોના કિર્તનો
મને મારું ગોકુળ યાદ બહુ આવે….
મને મારું ગોકુળ યાદ બહુ આવે,
સોનાની દ્વારીકામાં ઘડીએ ન ફાવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે…..(1)
મને મારા નંદબાબા યાદ બહુ આવે,
મારા માટે વાંસળી લઇ આવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે…..(2)
મને મારા જશોદા મા યાદ બહુ આવે,
ખોળામાં બેસાડી કેવા લાડ લડાવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે…..(3)
મને મારા ગોવાળ યાદ બહુ આવે,
ગાયો ચરાવવા સાથે સાથે આવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે….(4)
મને મારી ગોપીઓ યાદ બહુ આવે,
મારા માટે મીઠા માઠાં ગોરસ લાવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે……(5)
મને મારું ગોકુળ યાદ બહુ આવે,
સોનાની દ્વારીકામાં ઘડીએ ન ફાવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે…..
SATSANG SARVANI,KIRTAN LYRICS GUJARATI,ગુજરાતી કિર્તનોનો સંગ્રહ,ગુજરાતી કિર્તન બ્લોગ