Categories: KIRTAN

MARA GHAT MA BIRAJATA SHREE NATHAJI

SANTVANI DHAM KIRTAN

KIRTAN:21

MARA GHAT MA BIRAJATA SHREE NATHAJI…

કિર્તન માળા ગુજરાતી

કિર્તન ભજન ગીત

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી…..

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી,
મારૂં મનડુ છે ગોકુળ વૃંદાવન…
મારા તનનાં આંગણિયામાં તુલસીનાં વન,મારા પ્રાણ જીવન,
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી…..
મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી,
મારી આંખો દિસે ગિરધારી રે ધારી,
મારૂ તન મન ગયું છે વારી રે વારી,મારા શ્યામ મુરારી,
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી….
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલાં,
એ તો કરતા શ્રીનાથજીને કાલા રે વાલા,
મેં તો કૃષ્ણ પ્રભુજીના કીધા રે દરશન,મારૂ મોહી ગયું મન,
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી….
હો આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવ દેહ ફરી ના મળે,
ફેરો લખ રે ચોરાશીનો મારો રે ફળે,મને મોક્ષ મળે,
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી….
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી,
મારૂં મનડુ છે ગોકુળ વૃંદાવન…
મારા તનનાં આંગણિયામાં તુલસીનાં વન,મારા પ્રાણ જીવન,
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી…..

GUJARATI KIRTAN LYRICS,BHAJAN KIRTAN,વૈષ્ણવ કિર્તન,કિર્તન સંતવાણી

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago