THAL-03
SANTVANI GUJARATI
MARA VALA KYA JAMI AVYA …….
થાળ-03
મારા વાલા કયાં જમી આવ્યાં……..
મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ રે,
મુખેથી મલકાણા,આંખલડીએ અમી જર્યા રે….ઓ મારા વાલા(1)
આજ અમે ગ્યા તા શબરી બાઇને ઘેર જો,
બોર રે આરોગતા ભોજનિયા ભુલી ગયા…ઓ મારા વાલા (2)
આજ અમે ગ્યા તા સુદામાને ઘેર જો,
તાંદુલ રે આરોગતા ભોજનિયા ભુલી ગયા….ઓ મારા વાલા (3)
આજ અમે ગ્યા તા નરસૈયાને ઘેર જો,
હુંડી રે સ્વીકારતા ભોજનિયા ભુલી ગયા….ઓ મારા વાલા (4)
મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ રે,
મુખેથી મલકાણા,આંખલડીએ અમી જર્યા રે….ઓ મારા વાલા
SANTVANI DHAM,GUJARATI THAL LYRICS