MATAJI NO BHELIYO – SANTVANI BHAJAN
માતાજીનો ભેળીયો – આવડમાં નો ભેળિયો
રચનાઃ કવિ શ્રી કિશનદાન લાંગા
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃ વિજય ગઢવી
માડી તમે ભલે રે ઓઢ્યો રે,આવળ મા ભેળિયો,
માડી તારા ભેળિયામાં ઉજળું અમારું ભાવી રે ……
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી એને મહેશ પિંજ્યોને ઉમાએ કાંતીયો,
માડી એના રામને સીતાએ ગુંથ્યા તાર રે,
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી એને વિષ્ણુએ વણ્યોને રમાએ રંગીયો,
માડી એમાં બ્રહ્માજીએ પાડી છે નવલી ભાતું રે,
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી તને ભાવેથી ઓઢાડે કૃષ્ણ ભેળિયો,
માડી એમાં તેત્રિસ કરોડ દેવતાની સાંખુ રે.
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી આ છે આદી રે અનાદીનો ભેળિયો,
માડી તારા ભેળિયે ગાજે ચૌદ બ્રહ્માંડ રે,
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી હવે અમે રે તમારું બાનુ પેરીયું,
માડી તું તો રાખજે અમારા બાના કેરી લાજું રે,
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
માડી આ કિશન કવિની સુણજો વિનંતી,
માડી તમે અમારો કરોને આઇ ઉદ્ધાર રે,
આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS
MAN HARI GYO MARU – મન હરી ગ્યો મારું માતા