ME SIPAHI SATGURU KA -મેં સિપાહી સદગુરૂ કા સચ્ચા -આ ભજન પીપળી સંત કવિ સવારામ બાપાએ રચ્યું છે.જેમાં તેમણે પોતાને એક સાચા સદગુરૂના સિપાહી તરીકે ઉલ્લેખીત કર્યા છે.તેમણે આ ભજનથી માનવ જાતને જણાવ્યું છે કે આપણે આપણાં શરીર,મન,ઇન્દ્રીયો ઉપર કેવી રીતે ચોકીદારી કરવાની છે.બાપાનાં શબ્દો થકી તેઓ કહે છે કે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે તો તેને તમે યોગ્ય અંકુશ આપીને પરબ્રહ્મ પરમાત્માને પામવાનો પ્રયત્ન કરો.
મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા,
હુકમ ઉઠાવું હાકમ કા,
વચન બાણ લઇ વિપત્તિને વેધું,
હું ને મારું બે દઉં ડંડા ….. ટેક
ખરા મતે ખેલું દુનિયા મેં,
નોકર બનું નિરંજન કા,
પગાર ખાવું મૈં પરીબ્રહ્મ કા,
બાંધુ નિરભે નિજ પટા …. મૈં સિપાહી સદગુરૂ …
તીન પાંચ કો કર લું તાબે,
જ્ઞાન ધ્યાન કા લગાવું ધક્કા,
પહલવાન મન પકડું પેલા,
કાળ ક્રોધ કા શીશ કટા …. મૈં સિપાહી સદગુરૂ ….
આપે આપ સત્તા ત્યાં આપની,
અણ લિખી અલખ લખ ઉનકી,
ધણી ચાકર કા નહીં ત્યાં ધારા,
સિંહ બકરી કા સંશય મિટા ….. મૈં સિપાહી સદગુરૂ ….
આદુ રાજ અમર પરવાના,
શીલ સંતોષ કા ચલે સિક્કા,
નિજાનંદ પોતે પરષોત્તમ,
જગત ભગત દો દિયા મિટા ….. મૈં સિપાહી સદગુરૂ ….
આ ડોલ ડોલું મુખ નહીં બોલું,
જાપ અજંપે તેરા પક્કા,
દાસ સવા સમરે સમરથ તું હી,
જનમ મરણ કા કેસ કટા …. મૈં સિપાહી સદગુરૂ ….
આ ભજન અંહીથી ડાઉનલૉડ કરો.
HARIJANE MAYA HARI NE – હરીજને માયા હરીને ….
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…