મેકણ દાદા અથવા તો મેકરણ દાદા જે એક કચ્છી સંત હતાં,તેમણે કચ્છી કબીર તરીકેનું ઉપનામ પણ મળેલું છે.તેમણે ઘણાં બધાં ભજનો,દોહાઓ ,સાખીઓની રચના કરી છે.તેમની મોટાભાગની રચનાઓ કચ્છી ભાષામાં છે.તેઓએ ફક્ત બાર વર્ષની ઉંમરે સાધુ તરીકેની દિક્ષા લીધી હતી.તેઓ એક કાપડી સંત હતાં.ખાસ રણમાં તેઓ ભુખ્યા અને તરસ્યાને અન્ન અને પાણીની સેવા આપતાં.તેમના દ્વારા લખાયેલી ઘણી સાખીઓ અંહિ મુકવામાં આવે છે.
મુંછું મરડતા કંઇક મહીપતી,
ગજબ હતા ગંભીર,
સબળ એના શરીર,
મસાણે જોયા મેકરણ
માયા બધા મલકની
રાજા નંદે કેવી ભેળી કરી,
એ સુંમ લોભિયાના શરીર,
મસાણે જોયા મેકરણ.
ગીતા ગાઇ જ્ઞાન દીધું,
એ કૃષ્ણે કેવી કરી ?
એ શામળિયાના શરીર ,
મસાણે જોયા મેકરણ .
ઝાઝી માયા મેળવે,
જો ઝાઝું જીવતાં હોત,
તો નંદ કદીના થાત,
મસાણે ડેરા મેકરણ .
ધન પતિ ધરણી પતિ,
કે કરોડપતિ સૌને,
આખરમાં હર એકને,
મરી જાવું છે મેકરણ.
જાજમ જુના દેશની,
પાથરી પરબ મોજાર,
કચેરી કિરતારની,
ઇ તો માંડે દાદો મેકરણ.
ને મીડીધલ મુઠા,
સરગાપુર જી સેરીમેં,
મેંકો ચે કોઇ ગઠણીવારા દઠા.
કોરીયું કોરીયું કુરો કરયોતા,
કોરીયે મેં આય કુળ,
મરી વેંધા માડુવા મેંકો ચે,
ઇની જે મો મે પોંધી ધૂળ.
મેંકો ચે હલો જીરાણમેં,
અને મુજે સેણે કે ડિયું સડ,
મટી ભેરી મટી મલી,
વઇ મુંકે હોંકારો ન દિયે હડ.
જીયો તો ઝેર ન થીયો,
થીયો સકર જેડા સેણ,
મરી વેંધા માડુવા,
અને રોંધા ભલેજા વેણ.
હડકા હલ્યા બેય હલ્ધા,
ત્રેયા ભરે વેઠાં અંઇ ભાર,
દાદો મેકરણ ચેં પાં,
પણ હનીજી લારોલાર.
સંતવાણી ધામ કચ્છી સાખીઓ,ગુજરાતી સાખી,SANTVANI KACHCHHI SAKHI
કયા ગુમાન કરના ભાઇ – KYA GUMAN KARANA
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…