BHAJAN

MOGAL CHHEDATA KALO -મોગલ છેડતા કાળો નાગ

MOGAL CHHEDATA KALO NAG  – GUJARATI SANTVANI


 

મોગલ છેડતા કાળો નાગ – MOGAL CHHEDATA KALO NAG -માતાજીની ચરજ

રચનાઃ શ્રી આપાભાઇ ગઢવી


આ ગીતનો ઓડીયો અંહિથી સાંભળો…

સ્વરઃ કિર્તીદાન ગઢવી

ગીતની લંબાઇઃ5.27 મિનિટ


માં ભગવતી આઇ મોગલને બિરદાવતી આ ચરજ શ્રી આપાભાઇ ગઢવી એટલે કે કવિ આપ દ્વાર રચવામાં આવી છે.જેમાં મા આઇ મોગલને જો હ્રદયથી ભજવામાં આવે તો તે સદા ભક્તોને સુખ શાંતિ જ અર્પે છે,પણ જો તેમનો દ્રોહ કરવામાં આવે તો તેનું પણ શું પરીણામ મળે તેની વાત કવિએ અંહી કરી .માં ભગવતીનું સતત ભજન કરો એવો કાંઇક ભાવ આ ચરજ -માં ભગવતીની સ્તૃતિમાં રજુ થયેલ છે.


મોગલમાં ધીંગો ધણી,મોગલ માં ને બાપ,

સાજા તાજા સર્વ સુખી,માં મોગલનો છે પ્રતાપ.


મોગલ છેડતા કાળો નાગ ,

મોગલ દેવ એવી છે…ટેક


મોગલ નામ જ્યાં લેવાય,

ભુત પ્રેત ભાગી જાય,

મોગલ લાખોમાં એક,

દયા ધામ જેવી છે,

મોગલ છેડતા કાળો નાગ…..


મા ને આંગળી ના ચિંધાય,

કુડા સોગંધ નો ખવાય,

જ્યારે પંડમા આવે આઇ,

પ્રલય કાળ જેવી છે,

મોગલ છેડતા કાળો નાગ…..


મોગલ રીઝે આપે રાજ,

મોગલ ખિજે વાળે દાટ,

મોગલ ચારણ કેરી બાળ,

મોગલ દેવ એવી છે,

મોગલ છેડતા કાળો નાગ……


માને તરવાડો દેવાય,

કાંકણ ભેળિયો પુંજાય,

કવિ આપ ગુણ ગાય,

મારી કુળદેવી છો,

મોગલ છેડતા કાળો નાગ …..


અહિંથી આ ગીત ડાઉનલૉડ કરો….

MP3 FILE:5.02 MB

CLICK HERE TO DOWNLOAD


MOGAL MA NU BHAJAN,SANTVANI DHAM

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago