MORALI VERAN THAYI RE – SANTVANI BHAJAN GUJARATI
મોરલી વેરણ થઇ રે – દેશી ગુજરાતી ભજન
રચનાઃ દાસ સત્તાર બાપુ
આ ભજનને અંહીંથી સાંભળો.
સ્વરઃ નારાયણ સ્વામી
Audio Player
MORALI VERAN THAYI RE – મોરલી વેરણ થઇ રે… – આ ભજન ભક્ત કવિ દાસ સત્તાર શા દ્વાર રચવામાં આવ્યું છે.જેમાં કવિ પોતાને ગોપીના રૂપમાં પ્રસ્તૃત કરે છે.તેઓ કહે છે કે હે કાનુડા તારી મોરલી મારી વેરણ બની ગઇ છે.અને તેને મને બધી જ શાન ભાન ભુલાવી દિધી છે.કાનુડા તમારી મોરલીમાં એવો તો જાદુ છે કે અમને બધુ જ ભુલાવી દે છે,જ્યારે તમે મોરલી વગાડો છો.
મોરલી વેરણ થઇ રે,
કાનુડાની મોરલી વેરણ થઇ,
બાવરી હું તો બની ગઇ રે,
કાનુડાની મોરલી વેરણ થઇ …… ટેક
વૃંદાવનની કુંજ ગલીમાં,
ચાલી લઇને મહી,
નંદનો લાલ મને સામો મળ્યો,
જોતાં જ શરમાઇ ગઇ …… કાનુડા તારી …..
વહાલો વગાડે મીઠી મીઠી મોરલી,
સાંભળતાં શુધ્ધ ગઇ,
એરે ઠગારે કામણ કીધા,
હું તો ઠગાઇ હવે ગઇ રે ….. કાનુડા તારી ….
સાંવરી સુરત મોહની મુરત,
ઉપર મોહીત થઇ,
દાસ સત્તારના પ્રિતમની હું,
દાસી બનીને રઇ રે ….. કાનુડા તારી ……
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો…
DESHI GUJARATI BHAJAN,BHAJAN LYRICS IN GUJARATI
LAL CHUDE VALI MAIYA – લાલ ચુડે વાલી મૈયા