BHAJAN

MUKHADA NI MAYA LAGI RE – મુખડાની માયા લાગી રે

MUKHADA NI MAYA LAGI RE – BEST GUJARATI BHAJAN



મુખડાની માયા લાગી રે – મીરાબાઇનું ભજન-MUKHADA NI MAYA

રચનાઃમીરાબાઇ


આ ભજનને અંહીંથી સાંભળો..

સ્વરઃ પ્રફુલ દવે


MUKHADA NI MAYA LAGI – મીરાબાઇ રચિત આ ભજન-કે જેમાં મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તલ્લિન બનીને  કહે છે કે હે કનૈયા તારા મુખડાની માયા મને લાગી છે.અને તેના કારણે મને બીજુ કશુજ સુજતુ નથી.મને હવે સંસારમાં પણ રસ નથી,હે પ્રભુ મને બસ તારા ચરણોની દાસી થઇને રહેવા દે.


મુખડાની માયા લાગી રે મોહન પ્યારા ….. ટેક


મુખડું મેં જોયું તારું સર્વે જગ થયું ખારું,

મન મારું રહ્યું ન્યારું રે …. મોહન પ્યારા …


સંસારીનું સુખ એવું ઝાંઝવાનાં નીર જેવું,

તેને તુચ્છ કરી ફરીયે રે …… મોહન પ્યારા …..


સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું,

તેને ઘેર શીદ જઇએ રે ….. મોહન પ્યારા …..


પરણું તો પ્રિતમ પ્યારા અખંડ સૌભાગ્ય મારા,

રંડાવાનું ભય ટળ્યો રે …. મોહન પ્યારા …..


મીરાબાંઇ બલિહારી આશા એક મને તારી,

હવે હું તો બડભાગી રે ….. મોહન પ્યારા …..


DOWNLOAD MP3 FILE


SANTVANI DHAM,GUJARATI BHAJAN SANTVANI

SATI TORAL NU VAYAK – સતી તોરલનું વાયક


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago