MUL RE VINA NU-DESHI SANTVANI
PRACHIN GUJARATI BHAJAN –MUL RE VINA NU KAYA ZADAVU…
ભજન-41 – મુળ રે વિનાનું કાયા ઝાડવું રે….
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે ,(2)
હે જી એને પડતાં નહી લાગે વાર રે હાં … મૂળ રે વિનાનું…
એને પુણ્યનાં તે ખાતર પુરાવજો રે, (2)
એની પાલ્યું પહોંચી પિયાની પાસ રે હાં… મૂળ રે વિનાનું…
એને સત્યરૂપી જળ સિંચજો રે, (2)
હે જી એની નુરત સૂરત પાણિયારી રે હા… મૂળ રે વિનાનું…
એને શીલ ને સંતોષનાં ફળ લાગશે રે,(2)
એ જી એ તો અમર ફળ કહેવાય… મૂળ રે વિનાનું…
એમ કહે રે રવિ ગુરુ ભાણને રે,
પ્રભુને ભજીને ઉતરો ભવ પાર રે હાં… મૂળ રે વિનાનું…
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે ,(2)
હે જી એને પડતાં નહી લાગે વાર રે હાં … મૂળ રે વિનાનું…
સંતવાણી-ભજન,ગુજરાતી ભજન,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS
ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati