Categories: BHAJANSANTVANI

MULDAS NI KATARI – SANTVANI BHAJAN

MULDAS NI KATARI – GUJARATI BHAJAN LYRICS


સુપર હિટ પ્રાચિન ભજન – કટારી – મુળદાસની

રચનાઃ મુળદાસ


CLICK TO DOWNLOAD MP3


મારી કટારી રૂદિયાની માંય રે,
મેરમની કટારી મારી કલેજે કટારી,
મેરમની ચોધારી મારી કલેજે કટારી….મેરમની ચોધારી….(1)
મારી કટારી મુળદાસને, જુગતે કરીને જોઇ,
હ્રદય કમળમાં રમી રહી,જેમ કાળજા કાપ્યાં કોઇ,
કાળજ કાપી કરૂણા કિધી,વળી મુજ પર કિધી મેર,
જોખો મટાડ્યો યમ તણો,થઇ છે આંનદ લીલા લેર રે….મેરમની ચોધારી (2)
પહેલી કટારીએ પરીક્ષા કિધી,બીજીના વાગ્યા બાણ,
ત્રીજી ત્રણ ભુવનમાં રમી રહી,ચોથીએ વિંધાણા પ્રાણ,
પ્રાણ વિંધાણાને પ્રિતું બંધાણી,દેખાડ્યો દસમો દ્વાર,
કુંચીએ કરશનજીને વિનવું, મારી સુરતામાં લેજો સંભાર રે…મેરમની ચોધારી (3)

આ કટારી કોઇના કહ્યામાં ન આવે , નહીં અણી નહી ધાર,
ઘાયલ કરી ગઇ મારું પાજરું,ઇ તો ગઇ આર પાર,
પોકારી પોકારી કહું છુ પ્રાણીયા, મત કરો નુગરા છે સ્નેહ,
બેડી દેશોમાં મારી બુડવા,મારી બેડલી ઉતારો ભવપાર રે ….મેરમની ચોધારી (4)
કુળનો દાવો મેં છોડ્યો, છોડી કુળની લાજ,
અટક વેળાએ આવજો, મારા અંતરનાં આધાર,
વારે વારે કહું છું વિઠ્ઠલા, મારા અવગુણ ધરશો ના એક,
શામળા કારણ તરત સિધાવો,મારી તરણાની બરોબર ટેક રે…મેરમની ચોધારી (5)
જેણે સાચા સદગુરૂ સેવિયા, જુગતે જાદવ પીર,
મન પથ્થર હતાં તે પાણી કીધા, કીધા નીર ભેગા નીર,
ભાવે ભજો પરીબ્રહ્મને, જપો જેના જાપ,
રામદાસ ચરણે મુળદાસ બોલિયા,ગુરૂએ ઠીક બતાવ્યા છે ઠામ….મેરમની ચોધારી (6)
મારી કટારી રૂદિયાની માંય રે,
મેરમની કટારી મારી કલેજે કટારી,

મેરમની ચોધારી મારી કલેજે કટારી….મેરમની ચોધારી….


ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago