SANTVANI

NA GHAR HARI TANU – GUJARATI BHAJAN LYRICS

NA GHAR HARI TANU – SANTVANI BHAJAN


ન ઘર હરી તણું-ગુજરાતી સંતવાણી ભજન

રચનાઃ નરસિંહ મહેતા


ન ઘર હરી તણું, અલ્પમતિ આળસું,

જે થકી જન્મનાં દુઃખ જાયે,

અવળ ધંધો કરે,અરથ કાંઇ નવ સરે,

માયા દેખાડીને મૃત્યુ વહાયે …..


સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં,

શરણ આવે સુખ પાર ન્હોયે,

અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,

કૃષ્ણનું નામ તું રાક મોંએ ….


પટક માયા પરી.અટક ચરણે હરી,

વટકમાં વાત સુણતાં જ સાચી,

આશનું ભવન આકાશ સુધી રચ્યું,

મુઢએ મુળથી ભીંત કાચી ….


અંગ જોબન ગયું,પલિત પિંજર થયું,

તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું,

ચેત રે ચેત, દિન ચાર છે લાભના,

લીંબુ લહેકાવતાં રાજ લેવું ….


સરસ ગુમ હરી તણા,જે જેના અનુસર્યા,

તે તણા સુજશ તો જગત બોલે,

નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ શું ઘણી,

અવર વેપાર નહીં ભજન તોલે


SANTVANI BHAJAN,GUJARATI BHAJAN GEET

SUKH MA VISARU TANE – સુખમાં વિસરૂ તને,દુઃખમાં યાદ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago