NAGAR NANDAJI NA LAL – ગુજરાતી રાસ -નરસિંહ મહેતા રચિત
નાગર નંદજીના લાલ – GUJARATI RAS GARABI -NAGAR NANDAJI NA LALA
રચનાઃ નરસિંહ મહેતા
આ રાસને સાંભળવા માટે અંહી ક્લિક કરો…..
સ્વરઃ લલિતાબેન ઘોડેદ્રા
Audio Player
NAGAR NANDAJI NA LAL- આ રાસ ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવ્યો છે,જેમાં ભગવાન કૃષ્ણને સંબોધીને કહેવામાં આવે છે કે હે નંદ – જશોદાના લાલ મારી નથણી ખોવાણી છે.આ ઉદબોધન રાધાકૃષ્ણને કરે છે.રાસ રમતાં રમતા નાકમાં પહેરવાની નથણી ખોવાઇ ગઇ છે,ત્યારે રાધા કહે છે કે હે કૃષ્ણ તમને નથણી જડી હોય તો મને આપી દ્યો.સાથે સાથે નથણી કેવી છે તેની પણ એક ભાવપુર્ણ રીતે રજુઆત કરવામાં આવે છે.
નાગર નંદજીના લાલ,
રાસ રમતાં મારી નથણી ખોવાણી,
કાન જડી હોય તો આલ,
રાસ રમતાં મારી નથણી ખોવાણી …… નાગર નંદજીના …..
નાની નાની નથડીને માંહી જડેલા હીરા,
નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી …… નાગર નંદજીના ……
નાની નાની નથડીને માંહે જડેલા હીરા,
નથણી આપોને મારા સુભદ્રાના વીર …… નાગર નંદજીના ….
નાનેરી પહેરું તો મારે નાકેના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય ……. નાગર નંદજીના …..
આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર,
રાઘાજીની નથણીનો શામળિયો છે ચોર ….. નાગર નંદજીના….
નથણી કારણે મેં તો ઢુંઢ્યું છે વૃદાવન,
નથણી આપોને મારા તમે પ્રાણજીવન …… નાગર નંદજીનાં ….
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહારી ….. નાગર નંદજીના ……
આ રાસ ગરબીને અંહીથી ડાઉનલૉડ કરો …..
MP3 FILE: 5.60 MB
SANTVANI DHAM , GUJARATI RAS GARABA,BEST SANTVANI BHAJAN
BHAJI LE NE NARAYAN NU-ભજી લે ને નારાયણનું નામ