SANTVANI

NARAYAN BHAJAN NO – નારાયણ ભજનનો ભંડારી

NARAYAN BHAJAN NO BHANDARI – સંતવાણી ભજન


નારાયણ ભજનનો ભંડારી -GUJARATI SANTVANI LYRICS -NARAYAN BHAJAN NO

રચનાઃ દાસ નારણ


આ ભજન દાસ નારાણ દ્વારા લખવામાં આવ્યું છે,જેમાં પરમ પુજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુની જીવનકથાને વણી લેવામાં આવી છે.નારાયણ સ્વામી જે ગુજરાતી સંતવાણી જગતમાં એક સંત,ભજનીક તેમજ સાથે સાથે આવનારી ગુજરાતની સંતવાણી ગાયક પેઢીનાં પથદર્શક બની રહ્યા છે.તેમને અસંખ્ય ભજનો ગાયા છે,અને એ ભજનો અને તેમની ગાયકીથી લોકોનાં હ્રદયમાં તેમણે ખુબજ માનવંતું સ્થાન મેળવ્યું છે.નારાયણ સ્વામીને લાખ લાખ વંદન.


નારાયણ ભજનનો ભંડારી,

કરી જેણે સ્વર ઉપર અસવારી …..ટેક


સંસાર ત્યાગી બન્યા વૈરાગી,

બાવે અલફી પેરી કાળી,

હરિ હરાનંદ ભાવથી ભેટ્યા,

દિલની દુવિધા ટાળી …..

નારાયણ ભજનનો ભંડારી ….


માતા શારદા મુખમાં બિરાજે,

વહેતી ભજન સરિતા વારી,

ગાંધર્વ જાણે ગગનથી ઉતર્યા,

માનવ તનડું ધારી ….

નારાયણ ભજનનો ભંડારી ….


સુર તાલને સંગમ એવા,

શબ્દ રચના ન્યારી,

ભરપુર ભાવથી ભજન ગાતા,

આંખમાં અશ્રુ ધારી …..

નારાયણ ભજનનો ભંડારી …..


નારાયણ તમને નિત યાદ કરીએ,

ભાવથી ભગવાધારી,

દાસ નારણ કોટી નમન હો,

પામ્યા પદારથ ચારી ….

નારાયણ ભજનનો ભંડારી …..


નારાયણ સ્વામીનાં ભજનો ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


NARAYAN SWAMI BHAJAN,GUJARATI BHAJAN LYRICS

AB NA BANI TO FIR KYA-અબ ના બની તો ફિર…


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago