SANTVANI

NAVIK VALATO BOLIYO -નાવિક વળતો બોલિયો

NAVIK VALATO BOLIYO – ગુજરાતી પદ (ભજન)



નાવિક વળતો બોલિયો -GUJARATI BHAJAN -PAD

રચનાઃ કવિ ભાલણ


આ ભજન પદને અંહીથી સાંભળો ….


NAVIK VALATO BOLIYO-ભાલણ રચિત આ પદમાં વાલ્મિકીકૃત રામાયણનો કેવટનો પ્રસંગ છે.અયોધ્યાથી વનવાસ જવા નિકળેલાં નદી પર કરવા માટે જ્યારે હોડીની જરૂર પડે છે.ત્યારનાં આ પ્રસંગને કવિએ ખુબજ સરસ રીતે પ્રસ્તૃત કર્યો છે.જેમાં રામને નાવમાં બેસાડવાની નાવિક ના પાડે છે.અને કહે છે મેં એક એવી વાત સાંભળી છે કે  જ્યારે તમારી ચરણ રજથી એક પત્થર બનેલી નાર ફરી સ્ત્રી બની ગઇ હતી.અને એટલે માર નાવ પણ તમારા સ્પર્શથી નાર બની જાય તો મારે શું કરવું.તેથી નાવિક ભગવાન રામનાં ચરણ ધોવાનું કહે છે,અને ગંગાજળથી રામના ચરણ ધોઇને પછી રામને નાવમાં બેસાડે છે.એટલે કે અંહી નાવિકની ચતુરાઇ આપણી સામે  રજુ થાય છે.


નાવિક વળતો બોલિયો સાંભળો મારા સ્વામ,

સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારુ મારા રામ.


વાર્તા મેં સાંભળી છે – ચરણરેણથી અપાર,

અહલ્યા તાં થઇ સ્ત્રી સહી,પાષાણ ફીટી નાર.


આજીવિકા મારી એહે છે,જુઓ મન વિવેક,

સ્ત્રી થાતાં વાર ન લાગે,કાષ્ઠ પાષાણ એક.


આજીવિકા ભાગે મારી,આગે એક સ્ત્રી છે ઘેર,

બે મલિને શું જમે ? હું શી કરું તાં પેર ?


હસી વિશ્વામિત્ર બોલિયા ચરણરેણ સ્ત્રી થાય,

તે માટે ગંગાજળ લઇને પખાલો હરી પાય.


હસીને હરી હેઠા બેઠા રામ અશરણશર્ણ,

નાવિકે ગંગાજળ લૈઇને પખાલ્યાં તાં ચર્ણ.


સંતવાણી ભજન ગુજરાતી,SANTVANI DHAM

સદાશિવ સર્વ વરદાતા-SADASHIV SARVAVAR DATA


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago