NAYANO NA BAN MARYA – નયનોનાં બાણ માર્યા – BHAJAN SANTVANI
દાસ સત્તારનું ભજન-નયનોનાં બાણ માર્યા –
રચનાઃ દાસ સત્તાર શા
આ ભજનને અંહીથી સાંભળો…
સ્વરઃ રામદાસ ગોંડલિયા
Audio Player
નયનોના બાણ માર્યા,
આર પાર દિલમાં,
વાહ રે શિકારી મારા,
કિધો શિકાર દિલમાં …..ટેક
દિલ એક છે ને શસ્ત્રો,માર્યા જુદા જુદા તે,
બરછી અસીને બાણો,
ખંજર કટાર દિલમાં …. નયનોના બાણ…
અજમાવ યાર મુજ પર, કર કોડ પુરણ તારા,
સંશય નથી જરાયે,
ઉમીદવાર દિલમાં …. નયનોના બાણ ….
જુલ્મો સિતમને તારા,સમજી છુપાવી રાખું,
બદનામ તું ના થાયે,
એ છે વિચાર દિલમાં …. નયનોના બાણ ….
ઘાયલ કરી કાં છોડે,કર કત્લ મુજને ઝાલીમ,
જખ્મી જિગરને દુઃખડા,
છે પારાવાર દિલમાં …. નયનોના બાણ ….
તું એક જો મળે તો , સર્વે મળ્યું છે જાણું,
ત્યારે કરાર થાશે,
મુજ બેકરાર દિલમાં …. નયનોના બાણ …
તારો ન પ્રેમ તૂટે, સત્તાર સતના છુટે,
એવા વિચાર દેજે,
પરવર દિગાર દિલમાં ….. નયનોના બાણ ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલોડ કરો.
CLICK TO DOWNLOAD
GUJARATI BHAJAN SANTVANI LYRICS,SANTVANI DHAM,BHAJAN MP3
TU KALI NE KALYANI RE MA – PRACHIN GARBO