Categories: GARBA

GHOR ANDHARI RE RATALADI – PRACHIN GARBA

GHOR ANDHARI RE RATALADI – PRACHIN GARBA

ઘોર અંધારી રે રાતલડીએ ….ગુજરાતી ગરબો-ગરબાવલી

આ ગરબો અંહીથી સાંભળો.

સ્વરઃદમયંતી બરડાઇ અને સુરેશ રાવળ

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર..

લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસ્વાર,

રાંદલ માવડી રે રણે ચડ્યા મા સોળે સજી શણગાર,

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર,

રમજો રમજો રે ગોરાણીયું તમે રમજો માજમ રાત,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર…..

કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસ્વાર,

કાળકા માવડી રે રણે ચડ્યા મા સોળે સજી શણગાર,

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર,

રમજો રમજો રે ગોરાણીયું તમે રમજો માજમ રાત,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર…..

ઘોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસ્વાર,

બહુચર માવડી રે રણે ચડ્યા મા સોળે સજી શણગાર,

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર,

રમજો રમજો રે ગોરાણીયું તમે રમજો માજમ રાત,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર…..

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસ્વાર,

હર્ષદ માવડી રે રણે ચડ્યા મા સોળે સજી શણગાર,

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર,

રમજો રમજો રે ગોરાણીયું તમે રમજો માજમ રાત,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર…..

 ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર,

ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર..

આ ગરબાની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD

ગરબા સંગ્રહ,SANTVANI DHAM

TU TO ANTAR NI VAT JANE CHHE AAI – CHARAJ

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago