PREM JOGIDO ZOLI LAYI NE…. – SANTVANI BHAJAN
પ્રેમ જોગીડા ઝોલી લઇને… દેશી ભજન સંતવાણી
પ્રેમ જોગીડા ઝોલી લઇને,
જોગન હું બની જોઉં,
મારે સામે કિનારે જાવું…….ટેક
જો તમે રામ બનો તો હું શબરી થઇને,
એઠાં બોર ઘરાવું….મારે સામે કિનારે જાવું..(1)
તનનો હું તબુંર બનાવું નેહ નથનીએ નાચ નચાવું,
રોમ રોમ રણકાર ઊઠે ત્યાં , અલખ નિરંજન ગાવું….મારે સામા..(2)
આ અવસર હું કેમ ગુમાવું,ભવસાગરમાં ગોથા ખાવું,
પ્રેમ ભક્તિનું નાવડું બનાવી,ભવસાગર તરી જાવું….મારે સામાં…(3)
આ દુનિયામાં સાર નવ જોયું,જન્મ બધું મેં એળે ખોયું,
કનૈયાને ભરોસે ઝેર પીનારી,મીરાં હું બની જાવું….મારે સામે…(4)
પ્રેમ જોગીડા ઝોલી લઇને,
જોગન હું બની જોઉં,
મારે સામે કિનારે જાવું…..