SANTVANI BHAJAN
THAL – 05
PREME PARONA GHER AVO…….
થાળ
પ્રેમે પરોણા ઘેર આવો……
પ્રેમે પરોણા ઘેર આવો,
કનૈયા હો નંદલાલ
હો નંદલાલ,
મોહન મોરલી વાલા રે….કનૈયા હો…. (1)
ભાત ભાતનાં મેવા મંગાવું,
પ્રેમે કરીને પીરસાવું….કનૈયા હો….(2)
સેવ સુંવાળી પ્રભુ લાપસી રંધાવું,
ખોબલે ખાંડ પીરસાવું….કનૈયા હો….(3)
જળ જમુનાની જારી ભરી લાવું,
આચમન કરો ને મુરારી….કનૈયા હો….. (4)
લવિંગ સોપારી પાનના બિડલા,
મુખવાસ કરોને મુરારી….કનૈયા હો…. (5)
માધવદાસના સ્વામી શામળીયા,
તમ પર જાવું બલિહારી…કનૈયા હો….(6)
SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS PDF