PRITAM VAR NI – પ્રીતમ વરની ચુંડડી – આ ભજન ભક્ત કૃતિ કવિ મુળદાસજી લુહાર દ્વારા રચવામાં આવી છે.જેમાં એક ભક્ત કે જે ભગવાનનાં નામની ભક્તિ રૂપી ચુંદડી ઓઢે છે,ત્યારે તે કંઇક દુનિયાથી અલગ જ લાગે છે ,એટલું જ નહી આ ચુંદડી પણ એક અલભ્ય છે.જેમાં ભક્ત પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત બની જાય છે.
આ ભજનને સાંભળવા અંહીં ક્લિક કરો…
પ્રીતમ વરની ચુંદડી રે,
મહાસંત ઓઢવાને મળિયા,
જે રે ઓઢે તે અમર રહેવે,
અકળ કળામાં જઇ ભળિયા ….ટેક
ધરમના ધોરી લઇ ,
હરિનામ હળ તો જોતરીયાં,
ધીરજની ધરતી ખેડીયું રે,
રાણું પાડે રાંપડીયું … પ્રીતમ વરની ….
પવન લ્વરૂપી મેહુલા ઊઠિયા,
વરસે વૈરાગ્યની વાદળિયું,
ગગન ગરજેને ઘોરૂ દિયે,
સોઇ દસ ચમકે વિજળીયું ….. પ્રિતમ વરની ….
વિચાર કરી વણ વાવ્યું,
મન તો મુનિવરનું ઘળિયું,
આનંદ લ્વરૂપે ઉગી રયું,
ફાલ ફુલડુે બહુ ફળીયું …. પ્રિતમ વરની ….
વિવેકથી વણ વીણીયું,
સીતારામ ચરખે ચડીયું,
કુબુદ્ધિ કપાસીયા કોરે,
કરી પ્રેમની પુણી વણીયું …. પ્રીતમ વરની ….
નિર્મળ નિર્મળ કાંત્યું,
સુરતા તાણે તણીયું,
તુરીયા તીતનું પણ લીધું,
મુરતાની નળીયું ભરીયું … પ્રિતમ વરની ….
સોમેરી સદગુરૂ નામની,
સતને સણકે ચડીયું,
નામને ધ્યાનના ઘુંઠા ભર્યા,
વણનાર વેધુ બહુ બળીયા … પ્રીતમ વરની …
સોય લીધી ગુરૂગમ તણી,
દશનામ દોરો ભરીયા,
સમદ્રષ્ટ્રીથી ખીલી ચુંદડી,
નિત રંગ સવાયો ચડીયો …. પ્રીતમ વરની ….
મનનો માંડવો નાખ્યો,
ગુણ તો ગાયે સાહેલીયું,
માયાનો માણેક સેથંભ રોપીયો,
ખમૈયાની ખારેકું વેચાણીયું …. પ્રીતમ વરની …
શિવને બ્રહ્મા સોંઢ્યા જાનમાં,
સૂરતા સ્મૃતિ જાનડીયું,
ગમના ગણેશ બેસાડીયા,
સાબદી થઇ હવે સાહેલીયું …. પ્રીતમ વરની …..
ઘૂંસર મૂસર રવૈયો સાગ,
સળિયો ને તિરયો,
પ્રપંચના કીધા પીંડીંયા,
સૂક્ષ્મણાં પોંખે શામળીયો … પ્રિતમ વરની …..
ગુરૂદેવ દીધા કન્યાદાનમાં,
ભક્તિ મુક્તિ ગાવડીયું,
પરણાવ્યા પરિબ્રહ્મને નારદે,
વીણા લઇને વળીયા …. પ્રીતમ વરની ….
હરદમ રથ લઇ જોડીયા ઇ,
રથ અહોર્નિશ ચડીયા,
ગુરૂ પ્રતાપે મૂળદાસ બોલિયા,
હવે રથ વૈકુંઠ વળીયા …. પ્રીતમ વરની ….
આ ભજનને અંહીંથી ડાઉનલૉડ કરો.
MP3 FILE: 23.4 MB
શીબી રાજાનું ભજન -SHIBI RAJA NU BHAJAN
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…