BHAJAN

PURANHARO PIR RAMADE – SANTVANI BHAJAN

PURANHARO PIR RAMADE – GUJARATI BHAJAN LYRICS


પુરણહારો પીર રામદે- ભજન ગીત (પ્રભાતીયું)

રચનાઃ સંત સવા ભગત પીપળી


આ ભજનને અંહીથી સાંભળો…

સ્વરઃશૈલેષ મારાજ


પુરણહારો પીર રામદે, સંતોનો સમરથ ધણી,

ઓથ રાખી ઓલિયાની, રિદ્ધી સિદ્ધી આપે ધણી ….. ટેક


નરસિંહ મહેતા નિરધન હતા,

નાગરોએ હાંસી કરી ઘણી,

સાતસો રૂપિયા શામળિયે,

આવી દ્વારકામાં દિધા ગણી …પુરણહારો પીર


વીપ્ર સુદામે વિપતું વેઠી,

ખાલ સુકાણી દેહીયું તણી,

કાયમ ધણી કારીગર થઇને,

મેલ કંચનનાં દિધા ચણી …..પુરણહારો પીર


દુર્યોધનને દુર્મતિ સુજી તેદી,

ત્રિક્રમ પધાર્યા તઇ બની,

દ્રોપદીની લજ્જા રાખી,

સાડીયું ઓઢાડી વગર ગણે …… પુરણહારો પીર


પછમ ધરામાં પીર પ્રગટ્યા,

ખબર લેવા ખાવન ધણી,

દાસ સવાની ડેલી આવ્યા,

હરીજનોના મુગટ મણી …… પુરણહારો પીર…


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


GUAJARATI SANTVANI BHAJAN ,SANTVANI DHAM

NATH MARA GUNAPATI -નાથ મારા ગુણપતિ વેલા …


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago