Categories: BHAJANSANTVANI

RAKH NA RAMAKADA MARA RAME

GUJARATI BHAJAN LYRICS

BHAJAN:188

RAKH NA RAMAKADA MARA RAME…

સંતવાણી ભજન

ગુજરાતી ભજન ગીત

મારા રાખનાં રમકડાં મારા રામે …..

રાખનાં રમકડાં
મારા રામે રમતાં રાખ્યા રે,
મૃત્યુ લોકની માટી માથે
માનવ કહીને ભાખ્યા રે…રાખના રમકડાં..(1)

બોલે ડોલે રોજ રમકડાં,
નિત નિત રમતું માંડે,
આ મારું આ તારું કહીને,
એકબીજાને ભાંડે રે…રાખનાં રમકડાં..(2)
હે કાચી માટીની કાયા માથે,
માયા કેરા રંગ લગાયા,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા,
ત્યાં તો વિંઝલણા વિંઝાયા રે…રાખનાં રમકડાં ..(3)
અંત અનંતનો તંત ન ટુટે,
ને રમત અધુરી રહી,
તનડાને મનડાની વાતો,
આવી તેવી ગઇ રે…રાખનાં રમકડાં….(4)
રાખનાં રમકડાં
મારા રામે રમતાં રાખ્યા રે,
મૃત્યુ લોકની માટી માથે
માનવ કહીને ભાખ્યા રે…રાખના રમકડાં.

SANTVANI BHAJAN GUJARATI,SANTVANI DHAM,ગુજરાતી ભજનોનો બ્લૉગ,સંતવાણી ધામ

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago