Categories: BHAJANSANTVANI

RAKHO LAJ HAMARI – BHAJAN GUJARATI LYRICS

RAKHO LAJ HAMARI – GUJARATI BHAJAN


પ્રાચીન ભજન -રાખો લાજ હમારી………

રચનાઃ નારાયણ સ્વામી


નોધારાના આધાર આપ છો, સુધબુધ દેજો સારી,
રાખો લાજ હમારી બાપા રાખો લાજ હમારી….ટેક
અનેક જન્મોના અમે અપરાધી,સુરતા દેજો સુધારી,
બાંય પકડી બજરંગ બાપા, એ જી અમને લેજો ઉગારી…રાખો લાજ
મમતા મારી કેમે મરી નહીં,રાગ દ્વેષમાં રાજી,
હરી સમરણમાં હેત ન ઉપજે, એ જી પરમારથમાં પાજી….રાખો લાજ
ઇર્ષ્યામાં તો સહુથી આગે,દુઃખ દીયે છે ભારી,
અંતઃકરણમાં આપ બિરાજીને,કાઢજો એને બારી….રાખો લાજ
બગદાણા આવીને બેસું,ત્યારે કાંઇક મળે હયારી,
બજરંગ બાપા ત્યાં બિરાજે,અલખ પુરૂષ અવતારી…રાખો લાજ
અનેક જીવોનો ઉદ્દાર કરવા,કૃપા કરો જગમાંઇ,
દયા કરી દયારામજી ઉપર,એ જી નાથ નિવાજ્યા નિજારી….રાખો લાજ
બગદાણેથી બંડી મળી, જેના ખીચામાં ખલક સારી,
દ્વારકામાં ડંકો દીધો,એ જી ભક્તોના હિતકારી…..રાખો લાજ
રોમે રોમે જેને રણકાર છે એ રામ નામનો ભારી,
નારાયણ નિરખે નયનોથી,બાપા બજરંગની બલિહારી…..રાખો લાજ

VACHAN VIVEKI JE NAR – GANGASATI NA BHAJAN


SANTVANI DHAM,ગુજરાતી ભજન સંગ્રહ,લોકપ્રિય ભજનો


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago