RAM BHAJ TU RAM BHAJI LE…. SANTVANI BHAJAN
ભજન-પ્રભાતિયું…રામ ભજ તું રામ ભજી લે……
રચનાઃ સંત દાસી જીવણ
CLICK TO DOWNLOAD MP3
રામ ભજ તું રામ ભજી લે,
પ્રભુ ભજી લે પ્રાણિયા,
પ્રભુ ભજ્યા ઇ પાર પહોંચ્યા,
ચૌદ લોકે જાણીયા…રામ ભજ તું (1)
સોમે માયા ભેળી કિધી,
દાટી બેઠો ગોણીયા,
મરણ વેળાએ એને કામ ન આવી,
અવગતે આણિયા…રામ ભજ તું (2)
મોહ માયા એ બંધ લીધા,
પ્રભુને ન ભજાણિયા,
ભૂંડી વેળાના ભૂત સરજ્યા,
એમ કેતા જાય જે પ્રાણિયા..રામ ભજ તું (3)
માયા મસની ઓરડી,
કોક વીરલા રહી જાણિયા,
ખાધી પીધી ખુબ ખરચી,
દિલમાં દાગ ન આણિયા…રામ ભજ તું (4)
બળ કર્ણે બહુ કિધી,
શગાળશા શએઠ વાણિયા,
મોરધ્લજ રાજા જનક વૈદૈહી,
હરીચંદ્ર હાટે વેંચણિયા…રામ ભજ તું (5)
મારા ગુરૂએ ગોવાળી કીધી,
મુળ ધરમમાં લાવિયા,
‘દાસી જીવણ’ સત ભીમને ચરણે,
સંત અમરાપુર માણિયા…રામ ભજ તું (6)
રામ ભજ તું રામ ભજી લે,
પ્રભુ ભજી લે પ્રાણિયા,
પ્રભુ ભજ્યા ઇ પાર પહોંચ્યા,
ચૌદ લોકે જાણીયા…રામ ભજ તું