RAM NI AJAB RACHANA RE….GUJARATI BHAJAN

RAM NI AJAB RACHANA RE…. GUJARATI BHAJAN PDF


સંતવાણી ભજન-ગુજરાતી ભજન-રામની અજબ રચના રે…..

રચના – કવિ શ્રી કાગ બાપુ


CLICK TO DOWNLOAD MP3 FILE


રામની અજબ રચના રે,
એનો પાર મનુષ્ય ન પાવે,
પાર મનુષ્ય ન પાવે ભલે ને,
ઊંચા વિમાન ઉડાવે….રામની અજબ (1)

સુખ ભોગવવા કરે કમાણી ,
લક્ષ્મી ઢસડીને લાવે,
સુખ ભોગવવાનું ટાણું આવે ત્યારે,
જમનું તેડું આવે ….રામની અજબ (2)
જોષીડો બીજાનાં જોષ જુએ ને,
ધનનો જોગ બતાવે,
બીજાને લક્ષ્મીપતિ બનાવે,
એને દોકડો હાથ ન આવે…રામની અજબ (3)

ભુવો ધુણી ધુણીને માંદો પડે ત્યારે,
બીજા ભુવાને બોલાવે,
તપ તપે ત્યારે વૈદ બોલાવે,
ઓસડિયા યાદ ન આવે….રામ રસ (4)
ગેલી માયામાં મુરખો ગેલો બને ને,
ગાંઠના ગરથ ગુમાવે,
દેવી દેવતા પીર પેગમ્બર,
આવરદા ન અપાવે…..રામ રસ (5)
રામ ભજી લે કામ કરી લે,
જીવડાં હર દમ તેડાં આવે,
“કાગ” કહે જીવડો ચડશે,
વમને લખ ચોર્યાસી ભમાવે…રામ રસ (6)

રામની અજબ રચના રે,
એનો પાર મનુષ્ય ન પાવે,
પાર મનુષ્ય ન પાવે ભલે ને,
ઊંચા વિમાન ઉડાવે….રામની અજબ

JAG NE JADAVA – PRABHATIYU BHAJAN


સંતવાણી ભજનો,ભજન ગીત ગુજરાતી,SANTVANI DHAM,SANTVANI BHAJAN,SANTVANI BHAJAN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago