Categories: BHAJANSANTVANI

એ રામ રાખે એમ રહેવું દુનિયામાં – સંતવાણી ભજન

એ રામ રાખે એમ રહેવું દુનિયામાં – ગુજરાતી ભજન ગીત


RAM RAKHE EM RAHEVU-GUJARATI BHAJAN LYRICS


 


.રામ રાખે એમ રહેવું દુનિયામાં,

કોઇને કાંય ન કહેવું,

દુનિયામાં રામ રાખે એમ રહેવું…ટેક


 પ્રભુ ભજિયા એને પ્રથમ પડીયું,

અનઘડ સંકટ એવું,

મોરધ્વજ માથે કરવત માંડી,

અંગડું અડધું વેચ્યું…દુનિયામાં રામ….(1)


 ક્રોધ કરી એક દી હરણાકંસ કોપ્યો,

નામ ન રામનું લેવું,

મારવો પુત્રને ત્યાં પોતે મરી ગયો,

કારણ બન્યું જુવો કેવું….દુનિયામાં રામ ….(2)


 એકલી હાથે કાંઘે ઉપાડી,

કોણ આવે કોને કેવું,

તારાદે પાસે તેદી ત્રાંબીયું મળે નહીં,

એને દાણ મસાણનું દેવું….દુનિયામાં રામ….(3)


 અજ્ઞાન કેરી હોય આંટી અંતરમાં તો,

ત્યજી દેવી એવી કુટેવું,

 નાગ કહે નારાયણ પ્રતાપે,

સુખ દુઃખ બંને સહેવું….દુનિયામાં રામ….(4)


 રામ રાખે એમ રહેવું દુનિયામાં,

કોઇને કાંય ન કહેવું,

દુનિયામાં રામ રાખે એમ રહેવું…


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago