RAM RAMKADU JADIYU RE…..SANTVANI BHAJAN
ભજન-રામ રમકડું જડિયું રે…….
રચનાઃ મીરાબાઇ
સંતવાણી – ભજન MP3 FILE ડાઉનલૉડ કરો.
CLICK TO DOWNLOAD
રામ રમકડું જડિયું રે રાણાજી,
મને રામ રમકડું જડિયું….મને રામ રમકડું જડીયું (1)
રુમ ઝુમ કરતું મારે મંદિર પધાર્યુ,
નહીં કોઇના હાથે ઘડીયું રે..મને રામ રમકડું જડીયું (2)
મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા,
કોઇ એક વીરલાને હાથે ચડિયું રે….મને રામ રમકડું જડીયુ (3)
સુના શિખરના ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે….મને રામ રમકડું જડીયું (4)
બાઇ મીરાં કહે પ્રભુ ગિરીધર નાગર,
મન મારું શામળિયા સંગ જડિયું રે…મને રામ રમકડું જડીયુ (5)