BHAJAN

RAMAPIR  NO HELO – રામાપીરનો હેલો

RAMAPIR  NO HELO…..BHAJAN LYRICS GUJARATI

રામાપીરનો હેલો…..RAMAPIR  NO HELO


અંહિથી હેલો સાંભળો…
સ્વરઃ કિર્તીદાન ગઢવી


હેલો મારો સાંભળોને રણુજાના રાય,
હુકમ કરો તો પીર જાત્રાયું થાય…
મારો હેલો સાંભળો હો જી….ટેક
અજમલજીના બેટા,વિરમદેવનાં વીરા,
રાણી નેતલનો ભરથાર….મારો હેલો (1)

વાણિયોને વાણિયાર જાત્રાએ જાય,
માવ દેખીને ચોર વાંહે વાંહે જાય…મારો હેલો (2)

ઘાટી ઘાટી ઝાડીયુંને વસમી વાટ,
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ…મારો હેલો (3)

ઊંચા ઊંચા ડુંગરાને વચમાં છે ઝોળ,
મારી નાખ્યો વાણિયોને માલ લઇ ગ્યા ચોર…મારો હેલો (4)

ઊભી ઊભી અબળા કરે છે પોકાર,
સોગઠે રમતાં પીરને કાને ગ્યો અવાજ…મારો હેલો (5)

 નીલુડો છે ઘોડલોને હાથમાં તીર,

વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર…મારો હેલો (6)

 ઊઠ ઊઠ વાણિયાર ઘડ માંથુ જોડ,

ત્રણ ભુવનમાંથી ગોતી લાવું ચોર…મારો હેલો (7)

 આંખે કરું આંધળોને દિલે કાઢું કોઢ,

દુનિયા જાણે રે પીર રામદેનો ચોર …મારો હેલો (8)

 ભાગ ભાગ ચોંનટા તું કેટલેક જાઇશ,

વાણિયાનો માલ તું કેટલાં દાડા ખાઇશ….મારો હેલો (9)

ગાય દલુ વાણિયોને ભલી રાખી ટેક,
રણુંજા શેર વાણિયે પેરી લીધો ભેખ…મારો હેલો (10)

હેલો મારો સાંભળોને રણુજાના રાય,
હુકમ કરો તો પીર જાત્રાયું થાય…

મારો હેલો સાંભળો હો જી….


અહિંથી આ હેલો ડાઉનલૉડ કરો…

CLICK HERE TO DOWNLOAD

MP3 FILE:10.8 MB


ગુજરાતી પ્રાચિન ભજનો,સંતવાણી ભજન,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS PDF,રામાપીરનું ભજન-સંતવાણી ભજન

MOGAL CHHEDATA KALO -મોગલ છેડતા કાળો નાગ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago