PRACHIN RAS
RAS:1
AASHA BHARYA TE AME AAVIYA NE…..
નરસિંહ મહેતા રચિત ભગવાન કૃષ્ણનો રાસ
રાસની રમઝટ
આશા ભર્યા તે અમે આવીયાને મારા વાલે….
આશા ભર્યા તે અમે આવીયાને,
મારે વ્હાલે રમાડ્યા રાસ રે આવેલ આશાભર્યા રે…
શરદ પુનમની રાતડીને,
કાંઇ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશાભર્યા રે…
ઉતારા દેશું ઓરડાને કાંઇ,
દેશું મેડીનાં મોલ રે આવેલ આશાભર્યા રે…
દાતણ દેશું દાડમીને,
કાઇ દેશું કણેરી કાંબ રે આવેલ આશાભર્યા રે…
નાવણ દેશું કુંડીયુને,
કાંઇ દેશું નદીના નીર રે આવેલ આશાભર્યા રે…
ભોજન દેશું લાપસીને,
કાંઇ દેશું કઢિયેલ દુધ રે આવેલ આશાભર્યા રે…
આવ્યા સુંદિરવર શામળાને,
કાંઇ રાધા સંગે રમ્યા રાસ રે આવેલ આશાભર્યા રે…
SANTVANI DHAM,NARSINH MAHETA NO RAS