RAT RAHE JAHARE PACHHALI KHATGHADI

BEST SANTVANI BHAJAN

BHAJAN:193

RAT RAHE JAHARE PACHHALI KHAT GHADI

ગુજરાતી ભજન ગીત

ખુબજ સુંદર સંતવાણી ભજન

રાત રહે જાહરે પાછલી ખટઘડી….

રાત રહે જાહરે પાછલી ખટઘડી,
સાધુ પુરૂષને સુઇ ન રહેવું,
નિદ્રાને પરહરી,સમરવા શ્રી હરી,
એક તું એક તું એમ કહેવું….ટેક
જોગિયા હોય તેને જોગ સંભલાવવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવાં,
વેદિયા હોય એણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવાં…રાત રહે…(1)
સુ-કવિ હોય  તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું,
પતિવત્રા નારીએ કંથને પુછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું….રાત રહે…(2)
આ પેરે આપણાં ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી,
નરસૈંયાનાં સ્વામિને સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર અને નારી…રાત રહે…(3)

SANTVANI BHAJAN GUJARATI,SANTVANI DHAM

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago