SAB TIRATH KAR AAYI – ભજન ગીત
સબ તીરથ કર આઇ તુબડીયા -SAB TIRATH KAR AAYI
અંહિથી આ ભજન નારાયણ સ્વામીનાં સ્વરમાં સાંભળો.
રચિયતાઃ દાસ સત્તાર
આ ભજનમાં ભક્ત કવિ દાસ સત્તારે તુંબડીના રૂપક થકી માનવ સ્વભાવને વર્ણવવાનું કામ કર્યું છે,તુંબડી એટલે તુંબડું.જે સ્વાદે કડવું હોય છે,એમ માનવ સ્વભાવ પણ હંમેશા પોતાના વિચાર રૂપી કડવાશથી ઘેરાયેલો હોય છે.તે ગમે તેટલાં તિરથ કરે કે પછી ગંગા જેવી પવિત્ર નદીઓમાં ડુબકી લગાવી આવે ,છતાં તેવો ને તેવો જ રહેછે. તે બદલાઇ છે ફક્ત સંત સમાગમથી.એટલે કે જો કોઇ સાચા ગુરૂ મળી જાય તો તેનાંમાં પરીવર્તન આવે છે.
સબ તીરથ કર આઇ ,
તુંબડીયા સબ તીરથ કર આઇ …. ટેક
ગંગા નાઇ ગોમતી નાઇ,
અડસઠ તીરથ ધાઇ,
નિત નિત ઉઠ મંદિર મેં આઇ,
તો ભી ના ગઇ કડવાઇ ….
તુંબડીયા સબ તીરથ કર આઇ ….
સદગુરૂ સંત કે નજર ચડી તબ,
અપને પાસ મંગાઇ,
કાટ કુટ કર સાફ બનાઇ,
અંદર રાખ મિલાઇ ….
તુંબડીયા સબ તીરથ કર આઇ ….
રાખ મિલાકર પાક બનાઇ,
તબ તો ગઇ કડવાઇ,
અમૃત જલ ભર લાઇ તુંબડીયા,
સંતન કે મન ભાઇ …
તુંબડીયા સબ તીરથ કર આઇ ….
યે બાતા સબ સત્ય સુનાઇ,
જુઠ નહીં હૈ ભાઇ,
દાસ સત્તાર તુંબડીયા ફિર તો,
કરતી ફિરે ઠકુરાઇ …..
તુંબડીયા સબ તીરથ કર આઇ ….
અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો..
SANTVANI BHAJAN ,GUJARATI SANTVANI MP3 AND LYRICS
ઇશ્વર તું પણ છે વિજ્ઞાની -ISHVAR TU PAN CHHE