આ ભજનને અંહિથી સાંભળો.
સ્વરઃ બિરજુ બારોટ
ભજનની લંબાઇઃ 10.51 મિનિટ
SACHA RE SANTO NI – આ ભજન ભક્ત કવિયત્રી દાસી ઝબુ દ્વારા લખવામાં આવેલું છે.જેમાં તેમણે સંત કેવા હોય તેનાં વિશે વાત કરી છે.સાચા સંતમાં કેવા કેવા લક્ષણો હોય છે તેને નિરૂપતા દાસી ઝબુએ આ ભજન રચ્યું છે.જેમાં હમેશા ભક્તિ ભારો ભાર સમાયેલી,તે કોઇની નિંદા ન કરે,પોતાનો દોષ ક્યારેય બીજાથી છુપાવે નહી.વળી જ્યારે પણ ધર્મ માટે કંઇ કરવાનું હોય તો સાચા સંતો પાછી પાની કરતાં નથી.તેવા સંતોને નિરખતા આપણાં હ્રદયને શાંતિ મળે છે.
એવા સાચા રે સંતોની માથે,
ભક્તિ કેરા મોડ ….ટેક
નિરખતા નૈના હરખે,
મટી જાય મનની દોડા દોડ,
નિર્મળ મનથી નિરખીને જોયું,
કંઇ ખોટી મળે નહીં ખોટ ….એવા સાચા રે ….
નિંદા પરાઇ નઠારી લાગે,
સમરે શ્રી રણછોડ,
એવા હરીજન અલખને પ્યારા,
જેની માથે ભક્તિના મોડ …. એવા સાચા રે …..
દોષ પોતાનો પ્રગટ કરીને,
કરે હાથોની જોડ,
દગોને પ્રપંચ દિલમાં ન રાખે,
ભલે ગુના હોય લાખને કરોડ …. એવા સાચા રે ….
ધર્મની સાટે ધરવું હોય માથુ,
તે દિ આવે દોડા દોડ,
આવા હરિજન અવનીમાં ઓછા,
બીજા લાખને કરોડ … એવા સાચા રે …..
જુગ જુગ જોડી અમર રાખો,
સાહેબ કાંડું નવ છોડ,
ભેળી સમાધિ ભજન તમારું,
કિરતાર પુરજો કોડ …. એવા સાચા રે ….
દાસી ઝબુ પીર રામાની દરગાહમાં,
કરે હાથોની જોડ ,
ભવબંધનથી છોડાવો ગુરૂજી,
કીરતાર કાંડું ન છોડ …. એવા સાચા રે ….
આ ભજનને અંહિથી ડાઉનલૉડ કરો…
MP3 FILE : 4.87 MB
SANTVANI DHAM ,SANTVANI BHAJAN ,BHAJAN LYRICS IN GUJARATI
સદાશિવ સર્વ વરદાતા-SADASHIV SARVAVAR DATA
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…