સદગુરૂજી અમને ચરણુંમાં લેજો …. ટેક
ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારો,
સમજણને સોટે અમને દેજો ….. સદગુરૂ અમને ….
કાયાના દેવળ અમને લાગે છે કાચા,
દોયલી વેળાએ દર્શન દેજો …. સદગુરૂ અમને ….
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી,
સમરણની સુધા દાતા દેજો ….. સદગુરૂ અમને ….
મરણ તિથિનો બાવા મહિમા છે મોટો,
અવસર વેળાએ આડા રેજો ….. સદગુરૂ અમને …..
કરૂણાના સ્વામી તમને દુનિયા સૌ કે છે,
બિરુદને સંભાળી ભેળા રેજો ….. સદગુરૂ અમને ….
છોડીને જોશો તો તો શોભે નહીં સ્વામી,
નવખંડમાં લાજે તમારો નેજો ….. સદગુરૂ અમને ….
સવો કહે સ્વામી અમમાં સર્વે છે ખામી,
અવગુણ નવ જોશો અંતરયામી …. સદગુરૂ અમને ….
SUKH DUKH MAN MA NA – સુખ દુઃખ મનમાં ન આણીએ
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…